My letter to Mr Narendra Modi

માનનીય શ્રી નરેન્દ્ર મોદીજી,       અપાર લોકપ્રિયતા મેળવીને 2014ની લોકસભાની ચૂંટણી માટે વડાપ્રધાનપદના સર્વસંમત દાવેદાર બનવા બદલ અભિનંદન ! આપની સાથે હું યે ગુજરાતી છું તેનું મને ગૌરવ છે. પણ આજે મારે ગુજરાતીઓને માટે કાળી ટીલી ગણાતી અંગ્રેજી ભાષા વિશે વાત કરવી છે અને તે પણ શક્ય તેટલા ઓછા શબ્દોમાં.         1) રાષ્ટ્રીય સ્તરે કોઈપણ ક્ષેત્રમાં કામ કરવું હોય તો અંગ્રેજી પર સામાન્ય કરતાં વિશેષ પકડ હોવી અનિવાર્ય છે. જેટલા વધુ ગુજરાતીઓ રાષ્ટ્રીય સ્તરે કામ કરતાં થાય એટલું આપની રાજકીય સફળતા માટે સારું રહેશે. વ્યક્તિગત રીતે મેં તમારો અને ગુજરાતનો પરિચય અનેકોને કરાવ્યો છે પણ તમારે દેશની કાયાપલટ કરવી હશે તો સારું અંગ્રેજી જાણનારા ગુજરાતી બુદ્ધિજીવીઓ,  વેપારીઓ તથા અન્ય વ્યાવસાયિકોની ફોજ ઊભી કરવી પડશે.       2) ગુજરાતી માધ્યમની શાળા માટે ગુજરાત સરકારે તૈયાર કરેલ અંગ્રેજી વિષયના પુસ્તકોની ગુણવત્તા ખૂબ જ નબળી રહી છે. ગત વર્ષે મેં પુસ્તકનાં પાનેપાનેથી શોધેલી અ.ધ..ધ.. ભૂલોની યાદી સરકારના વિભાગો અને તજજ્ઞોને મોકલી હતી. આપને પણ એક નકલ અચૂક મળી જ હશે!       મને જણાવતાં દુ:ખ થાય છે કે આ વર્ષે અમલમાં આવેલા પાઠ્યપુસ્તકો પણ એવી જ ગંભીર ભૂલો લઈને આવ્યા છે. ગુજરાતી બાળકો અને યુવાનો આમાંથી સાચું અને સારું અંગ્રેજી ક્યારેય ના શીખી શકે! આ બાબતે આપે કઈંક નક્કર વિચારવું પડશે. શાળા કક્ષાએથી જ વિશ્વ …